વાંકાનેર નગરપાલિકા દ્વારા ‘ સ્વચ્છતા એજ સેવા ‘ અભિયાન હેઠળ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ…
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ રાજ્યવ્યાપી આયોજનોના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર રેલ્વે જંકશન અને વાંકાનેર બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છતા માટેના આ મહા અભિયાન અંતર્ગત સૌએ સાથે મળી સહિયારા પ્રયાસ કરી ‘એક કદમ સ્વચ્છતા કી ઓર’ સૂત્રને ચરિતાર્થ કર્યો હતો…
સમગ્ર આયોજનમાં વાંકાનેર નગરપાલિકાના સફાઈ કામદારો, વાંકાનેર નગરપાલિકાના સંબંધીત શાખાના અધિકારીઓ/કર્મચારીઓ તથા રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનનો સ્ટાફ અને શહેરીજનોએ ઉત્સાહભેર સફાઈ અભિયાનમાં જોડાઈને સઘન સફાઈ ઝુંબેશ થકી સમગ્ર શહેરને સ્વચ્છ બનાવવા પોતપોતાનું બહુમુલ્ય યોગદાન આપ્યું હતું…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf