મહિકા તાલુકા શાળાના આચાર્ય માહમદ નુરમામદભાઈ બાદીનો વય નિવૃત સન્માન સમારોહ યોજાયો….
વાંકાનેર તાલુકાની મહિકા પ્રાથમિક શાળામાં છેલ્લા 37 વર્ષથી ફરજ બજાવતા આચાર્ય માહમદ નુરમામદભાઈ બાદી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા આજે તેમનો ભવ્ય વય નિવૃત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં તેમના આ સેવાયજ્ઞ દરમ્યાન ફરજ બજાવતા સહ કર્મચારીઓ, પુર્વ વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં ગામના નાગરિકો ઉપસ્થિત રહી આદર્શ શિક્ષક એવા બાદી સાહેબને નિવૃત્તિ વિદાય સન્માન આપ્યું હતું….
મહિકા તાલુકા શાળા તથા પેટાશાળા દ્વારા સંયુક્ત રીતે આયોજીત આ ભવ્ય વિદાય સન્માન સમારોહમાં વય નિવૃત થતા આચાર્ય માહમદ નુરમામદભાઈ બાદી સાહેબને તેમના જુના જોગી સહકર્મચારીઓ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ દ્વારા જુના સ્મરણો વાગોળી સહર્ષ ભીની આંખે વિદાયમાન આપી તેમનુ નિવૃત્ત જીવન પણ પરિવાર તથા સમાજ ઉપયોગી, તંદુરસ્ત તથા સ્વસ્થ-નિરોગી બની રહે તેવી આશીર્વચન પાઠવ્યા હતા…
આ તકે અમરેલી જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી ઘનશ્યામભાઇ સોલંકી, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, પ્રા. શિક્ષણાધિકારી મંગુભાઇ પટેલ તેમજ શિક્ષણ ગણ પૈકીના શાહબુદ્દીનભાઈ બાદી, ઉસ્માનભાઈ માથકીયા, કાસમભાઈ સુમરા, ભરતભાઈ કક્કડ, યશાબેન મહેતા, દિનેશભાઇ, હબીબભાઈ માથકીયા, રજાકભાઈ(વાર્તાકાર) દેવકુમારભાઈ, રાજુભાઇ ચાવડા, શાંતાબેન કડછા, સિપાઇ સાહેબ, રસુલભાઈ પરાસરા, યુસુફભાઈ પરમાર, વિરેન્દ્રભાઈ, મોહ્યુદ્દીનભાઈ શેરસીયા, તથા સીઆરસી પ્રતાપભાઈ પરમાર, વિજયભાઈ દેત્રોજા, મેહુલભાઈ હરિયાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf