વાંકાનેર તાલુકા પોલીસ ટીમે કુલ રૂ. 2.40 લાખનાં મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ સેન્સો ચોકડી નજીકથી એક ઈકો કાર ચાલકને આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપની 320 બોટલ સહિત કુલ રૂ. 2.48 લાખના મુદ્દામાલ સાથે એક ઈકો કાર ચાલકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાન સર્વેલન્સ પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સરતાનપર રોડ પર આવેલ સેન્સો ચોકડી નજીકથી પસાર થતી એક ઈકો કાર્ગો કાર નં. GJ 36 T 8016 ને રોકી તલાશી લેતા તેમાંથી શંકાસ્પદ નશાકારક આયુર્વેદિક સીરપની 320 બોટલ (કિંમત રૂ. ૪૮,૦૦૦) મળી આવી હતી, જેથી પોલીસે કાર ચાલક સુરેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૪, રહે. હાલ નવા જાંબુડીયા, મુળ રહે. ખડીયા, તા. માણાવદર) ને કાર તથા સીરપ સહિત કુલ રૂ. 2,48,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ બી. પી. સોનારા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ. ચમનભાઈ ચાવડા, પો.કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવીભાઈ કલોત્રા, વિજયભાઈ ડાંગર, અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!