પોલીસે ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન વાહન ચાલકોને સમાધાન શુલ્કનો રૂ. 75,100 તથા આરટીઓનો રૂ. 56,400નો દંડ ફટકારાયો….
વાંકાનેર વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તેમજ ટ્રાફીક નિયમન સુચારુ બને તે માટે મોરબી જિલ્લા પોલીસ વડાની સુચનાની સીટી પોલીસ ટીમ દ્વારા પંદર દિવસની ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ અનેક વાહન ચાલકોને દંડ, મેમો સહિતની કામગીરી કરવામાં આવી હતી….
વાંકાનેર સિટી પીઆઈ પી. ડી. સોલંકી, પીએસઆઇ કે. કે. ચાનીયા તથા ડી. વી. કાનાણી સહિતની પોલીસ ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી વધુ સુદ્રઢ બનાવવા તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા.૧૫/૧૦/૨૦૨૩ સુધી ૧૫ દિવસ વાંકાનેર શહેર વિસ્તારમાં અલગ અલગ પોઇન્ટ ઉપર ટ્રાફીક ડ્રાઇવ યોજી સમગ્ર ડ્રાઇવ દરમ્યાન જી.પી.એકટ ક.135 મુજબના 07 ગુન્હા તેમજ MVA NCનાં 173 કેસ દાખલ કરાયા હતા. જ્યારે સમાધાન શુલ્કનો રૂ. 75,400 નો દંડ તથા MV ACT 207-13 RTOનો રૂ. 56,400 નો દંડ વસુલ કરાયો છે. તેમજ MV ACT-185 અંતર્ગત એક કેસ, IPC-283 અંતર્ગત 16 કેસ તથા IFPC 279 અંતર્ગત 07 કેસ દાખલ કરવામાં આવ્યા હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf