વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલ.સી.બી. ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે ત્યાંથી પસાર થતી એક બોલેરો ગાડીને રોકી તલાશી લેતા બોલેરોમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી બનાવમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે અમદાવાદ તરફથી આવતી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ 07 YZ 1750માં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજકોટ તરફ જવાનો હોય જેના આધારે પોલીસે બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી બાતમી વાળી બોલેરોને રોકી તલાશી લેતા તેમાં ઠાઠાના ભાગે પડખામાં બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કીની 95 બોટલ જેની કિંમત રૂ.38000 મળી આવી હતી જેથી પોલીસે વિદેશી દારૂ તથા મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી સહિત કુલ રૂ. 3.49 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ બનાવમાં પોલીસે સ્થળ પરથી આરોપી રાજુભાઇ નરશુભાઇ ડામોર (ઉ.વ.33, રહે. દુધમાલી ડામોર ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ) અને ચંદુભાઇ મંગળસિંગ પલાસ (ઉ.વ. 23, રહે. આંબલી મેનપુર, તળવી ફળીયુ તા.ધાનપુર)ની ધરપકડ કરી હતી જેમાં આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં અન્ય શખ્સ નાથુભાઇ (રહે. હાલ કુવાડવા તા.જી.રાજકોટ)નું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે. જે. ચૌહાણ, પીએસઆઈ એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમનો સ્ટાફ જોડાયો હતો….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0