હવે સમગ્ર વાંકાનેર તાલુકામાં મળશે 300 MBPS સુધીની સ્પિડ સાથે ઇન્ટરનેટ સુવિધા + અનલિમિટેડ ફ્રી લેન્ડ લાઇન કોલિંગ…

વાંકાનેર શહેર ખાતે આવેલ બીએસએનએલ ગ્રાહક સુવિધા કેન્દ્ર ખાતે ગઇકાલે BSNL ફાયબર કનેક્શન સાથે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધા માટેના અત્યાધુનિક ઉપકરણ એવા New OLT ની સ્થાપના અને ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેનાથી હવે સમગ્ર વાંકાનેર તાલુકામાં દરેક ગ્રાહકને 300 MBSP હાઇ સ્પીડ ઈન્ટરનેટ સુવિધા અને અનલિમિટેડ ફ્રી લેન્ડ લાઇન કોલ્સનો લાભ‌ મળી રહેશે….

વાંકાનેર બીએસએનએલ ઓફિસ ખાતે New OLT Live ઈન્ટરનેટ સુવિધાના ઉદ્ઘાટન સમારોહમાં બીએસએનએલ રાજકોટ GMTD યોગેશ ભાસ્કર, DGM રાજીવ ગર્ગ, ડો. ધર્મેન્દ્રસિંહ ઝાલા, બીએસએનએલ નિવૃત્ત અધિકારી મજબુતસિંહ‌ વાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!