બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર તાલુકાના ગારીડા ગામે દાવાનળ સક્રિય, બ્લાસ્ટ સાથે લાવા બહાર નીકળ્યો !

0

ગતરાત્રીના બ્લાસ્ટ સાથે દાવાનળ ફાટતાં જમીનમાંથી લાવા બહાર નીકળતા ગ્રામજનો ભયભીત….

વાંકાનેર તાલુકાના ગારીડા ગામની સામે આવેલ ડુંગરની ધારમાં ગતરાત્રીના મહાકાય બ્લાસ્ટના અવાજ સાથે દાવાનળ ફાટી નીકળતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં બે દિવસથી ડુંગરમાં ઘુઘવાટના અવાજ સાથે ગતરાત્રીના અચાનક દાવાનળ સક્રિય થતાં બ્લાસ્ટના અવાજ સાથે લાવા ધરતી બહાર નીકળ્યો હતો..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારિડા ગામ સામે નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ડુંગરની ધારમાં છેલ્લા બે દિવસથી ઘુઘવાટનો અવાજ આવતો હોય, જેમાં ગતરાત્રીના ભયાનક બ્લાસ્ટના અવાજ સાથે ડુંગરમાંથી દાવાનળ સક્રિય થતાં લાવા જમીનમાંથી બહાર નીકળ્યો હતો.

આ દરમિયાન ગામના સરપંચ અને નાગરિકો સ્થળ પર પહોંચતા ડુંગરમાંથી ગરમીના ઉકડાટ અને વરાળ સાથે દાવા બહાર નિકળી રહ્યો હતો. જેમાં સવારે દાવાનળ શાંત થતાં લાવા ઠરી ગયો હોવાની માહિતી મળી રહી છે. બાબતે હાલ બનાવની જાણ જવાબદાર તંત્રને કરવામાં આવી હોવાની માહિતી ગામના સરપંચ યુનુસભાઈ માથકીયા દ્વારા આપવામાં આવી છે.

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU