વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા તેની પાસેથી એક બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર નવાપરામાં જીઆઈડીસી નજીક વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા એક GJ 03 EJ 5962 નંબરના ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા બાઇક સવાર અશોક ભરતભાઇ ગોરૈયા અને બાબુ ઉર્ફે જુગો પ્રેમજી નગવાડિયા પાસેથી એક બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે બાઈક સહિત રૂ. 20,375ના મુદ્દામાલ સાથે બંને શખ્સોની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!