વાંકાનેર શહેરની અમરનાથ સોસાયટીમાં આજે અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે, જેમાં વહેલી સવારે બે અજાણ્યા શખ્સો દ્વારા બાઇકમાં આવી અને સોસાયટીમાં ઉભેલા એક વ્યક્તિ પર કાચની જ્વલનશીલ પ્રવાહી ભરેલી સળગતી બોટલોના ઘા કરી હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ‌તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની અમરનાથ સોસાયટી ખાતે રહેતા ફરિયાદી ગેલાભાઇ મૈયાભાઇ મુંધવા (ઉ.વ. 45) ગત તા.9ના રોજ રાત્રીના 3:30 કલાકની આસપાસ તેઓની ઊંઘ ઉડી જતા અમરનાથ સોસાયટીમાં ઘર નજીક આવેલ ગાય અને ભેંસના વાડામાં ચક્કર મારી તેમના ઘર પાસે આવીને ઉભા હતા ત્યારે તેમના પિતરાઈ ભાઈ તેમની પાસે આવતા બન્ને ભાઇઓ ઉભા ઉભા વાતો કરતા હોય, ત્યારે એક મોટર સાયકલમાં કાળા કપડાં પહેરેલા બે શખ્સ નજીકમાં આવ્યા હતા…

વધુમાં આ બન્ને શખ્સ શંકાસ્પદ લાગતા ગેલાભાઇએ બન્નેને દુરથી કોણ છે તેવું પૂછવા આગળ વધતા જ બન્ને શખ્સ અંદરો અંદર આવ્યો…આવ્યો…એવી વાતો કરી ગેલાભાઇ કઈ સમજે વિચારે તે પૂર્વે જ તેમના તરફ જ્વલનશીલ પદાર્થ ભરેલી સળગતી બોટલનો ઘા કરતા ગેલાભાઈએ દેકારો કરતા ફરી બન્ને શખ્સોએ બીજી સળગતી બોટલનો ઘા કર્યો હતો અને ગેલાભાઇ તેમની પાછળ દોડતા જતા જતા ફરી એક સળગતી બોટલનો ઘા કરતા થોડી વારમાં જ સોસાયટીના રહેવાસીઓ એકત્રિત થઈ જતાં બંને શખ્સો અંધારામાં નાસી ગયા હતા….

જે બાદ સોસાયટીના રહીશોએ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાલ બનાવમાં ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી ફરિયાદી ગેલાભાઈની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી કલમ ૩૪૧, ૨૮૫, ૩૩૬, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!