વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમ દ્વારા દરોડો પાડી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મોરબી પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના મુજબ મોરબી જિલ્લામાં શરીર સબંધીત ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવા તથા પ્રોહી-જુગારની બદી પર અંકુશ લાવવા એલસીબી પીઆઇ વી. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પીએસઆઈ એન. બી. ડાભી તથા સ્ટાફના માણસો પ્રયત્નશીલ હોય,
જે દરમિયાન હેડ કો. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કો. વિક્રમભાઇ કુગસીયાને સયુંકત રીતે ખાનગી બાતમી રાહે જાણવા મળેલ કે, રમેશભાઇ નાથાભાઇ કોળી નામનો શખ્સ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઉભો હોય જેની પાસે ગેરકાયદેસર હથિયાર હોય જે હકિકતના આધારે એલસીબી ટીમ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે આવેલ મુરલીધર હોટલ પાસે રોડ પર ઉભેલા આરોપી રમેશભાઇ નાથાભાઇ વાઘાણી/કોળી (ઉ.વ. 31, રહે. કમળાપુર તા.જસદણ)ને દેશી બનાવટની મેજીન વાળી પીસ્તોલ (કિ.રૂ.૧૦,૦૦૦) સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં આર્મસ એકટ કલમ ૨૫(૧-બી),એ, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf