માં ભોમની રક્ષા કાજે વિરતા પુર્વક આર્મીમાં 17 વર્ષ ફરજ બજાવી વતન પરત ફરતા વાંકાનેરના સરધારકા ગામના જવાનનું વાંકાનેર શહેર ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો….

વાંકાનેર તાલુકાના સરધારકા ગામનો યુવાન માત્ર 19 વર્ષની ઉંમરમાં દેશની રક્ષા કાજે ભારતીય સેનામાં જોડાઈ અને અનેક પડકારો સાથે 17 વર્ષ સુધી વિરતા પુર્વક પોતાની ફરજ બજાવી નિવૃત્ત થઈ વાંકાનેર પોતાના વતન પરત ફરતા ગઈકાલે જવાનનું વાંકાનેરની વિવિધ સંસ્થાઓ, રાજકીય તથા સામાજિક આગેવાનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે સાંજના જવાનનો સન્માન સમારોહ યોજાયો હતો…

વાંકાનેર તાલુકાના સરધારકા ગામે 27 જુલાઈ 1984 ના દિવસે જન્મેલા અને શહેરની દોશી હાઈસ્કૂલમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી માં ભોમની રક્ષા કાજે ભારતીય સેનામાં જોડાનાર કૃષ્ણસિંહ અશોકસિંહ ઝાલા તા. ૦૬/૦૪/૨૦૦૪ના દિવસે જામનગર ખાતે થયેલ આર્મી ભરતી કેમ્પમાં પસંદ થયા હતા. કૃષ્ણસિંહે સપ્ટેમ્બર 2004 થી ડિસેમ્બર 2005 સુધી ટ્રેનિંગ પૂર્ણ કરી 207 ફિલ્ડ રેજિમેન્ટ (મૈદાના તોપખાના)થી દેશસેવા માટે ફરજની શરૂઆત કરી હતી.

ટ્રેનિંગ બાદ પહેલી પોસ્ટિંગ રાજસ્થાનના અલવર ખાતે 2005 થી 2010 સુધી ફરજ બજાવી હતી ત્યાર બાદ 2010 થી 2013 જમ્મુ ખાતે જ્યારે 2013 થી 2016 દરમ્યાન ખતરનાક જમ્મુ કાશ્મીરના કુપવાડા ખાતે ફરજ બજાવેલ, જ્યા તેઓએ દેશ વિરોધી તત્વો સાથે મુઠભેડનો હિસ્સો બની મેલી મુરાદ ધરાવતા તત્વોને મારી ભગાડ્યા હતા. 2016 થી 2019 ગુજરાતમાં ગાંધીધામ ખાતે, 2019 થી 2021 અરુણાચલ પ્રદેશ જ્યારે નિવૃત્તિ સમયે ચંદીગઢ ખાતે છેલ્લી ફરજ બજાવી હતી.

આ ફૌજી 30 સપ્ટેમ્બર 2021 ના રોજ 17 વર્ષ સુધી દેશ સેવા કરી નિવૃત થતા વાંકાનેર તથા દેશવાસીઓ ગર્વની લાગણી અનુભવે છે. દેશની રક્ષા કાજે મરો મારોની નેમ સાથે પરિવાર, વતન સહીત બધું જ ન્યોસાવર કરી દેશ સેવા માટે 19 વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાઈને દેશના વિવિશ સ્થળોએ ફરજ બજાવી હતી. જ્યારે આ જવાન પોતાની ફરજ બજાવી નિવૃત્ત થઈ વતન પરત ફરી રહ્યા હોય ત્યારે ગઈકાલે આ નિવૃત ફૌજી કૃષ્ણસિંહ અશોકસિંહ ઝાલાનું વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ દ્વારા ભવ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું…

સાથે જ આ જવાનનો સાંજના વાંકાનેર બ્રહ્મ સમાજની વાડી ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કરણી સેના મોરબી, વાંકાનેર ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ, શહેર ભાજપ તથા તાલુકા ભાજપના કાયાઁકર્તાઓ, હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહીત અનેક સંસ્થાઓ, સામાજિક અગ્રણીઓ દ્વારા દેશ સેવા કરી નિવૃત થઇ વતન પરત આવેલા કૃષ્ણસિંહ અશોકસિંહ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

 

error: Content is protected !!