વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે ગઈકાલે રવિવારના રોજ નવરંગ નેચર ક્લબ દ્વારા રાહતદરે રોપા વિતરણ તેમજ ઓર્ગેનીક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો વાંકાનેર શહેરના બહોળા નાગરિકોએ લાભ લીધો હતો…

ખાસ ગાંધી જયંતી અને લાલબહાદુર શાસ્ત્રી જયંતી તેમજ વન્યજીવ સપ્તાહને ધ્યાનમાં રાખી રાહતદરે રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ આંબાની કલમ જે બજારમાં રૂ 200 ની મળે છે તે માત્ર 50 માં, ચીકુની કલમ જેનો ભાવ 100 થી 150 હોય છે તે માત્ર 50 રૂપિયામાં વિતરણ કરવામાં આવી હતી, આ ઉપરાંત 15 કલરનાં ગુલાબ,

કલમી લીબું, ગલગોટા, ટગર, રાતરાણી, જાસૂદ, મોગરો, મધુનાશી, મરી, નાગર વેલ તેમજ એલોવેરા જેલ, કુંડા, ચકલી ઘર, ખાખરા, ગાય આધારીત અનેક વસ્તુઓ, લાકડાની વસ્તુઓ રાહત દરે વિતરણ કરવામાં આવી હતી જે મેળવવા ગાયત્રી મંદિર ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં…

આ કાર્યક્રમમાં ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવરંગ નેચર ક્લબના વિ. ડી. બાલા સાહેબ, ધ્રુવગીરી સાહેબ, ભુપતભાઈ છૈયા, રામદેભાઈ ભાટીયા, કાર્તિકભાઈ રાવલ, વિપુલભાઈ કાપડિયા તથા રાહુલભાઈ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!