ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તેમજ મોરબી જિલ્લાની ગાઈડ લાઇન મુજબ આજરોજ વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં મંડલ કારોબારી બેઠક વાંકાનેર ખાતે ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ હતી, જેમાં સંગઠન તથા વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

આ કાર્યક્રમની શરૂઆત ભાજપ અગ્રણી નામદાર મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા, પ્રદેશ કારોબારી સભ્ય કાળુભાઈ કાકરેચા, જિલ્લા ઉપપ્રમુખ ગાંડુભાઈ ધરજીયા, જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, તાલુકા પ્રમુખ રતિલાલ અનીયારિયા, સિનિયર કાર્યકર્તા હરિભાઈ પટેલ અને જયસુખભાઇ પટેલના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી, જે બાદ વંદેમાતરમ્ ગાન શહેર મહિલા મોરચા પ્રમુખ પ્રજ્ઞાબા ઝાલા દ્વારા અને સંઘીક ગીત આરએસએસના નગર વિસ્તારક શ્રી રામજી કુમાવત દ્વારા સામુહિક રીતે દોહરવવામાં આવ્યું હતું….

આ તકે આમંત્રણને માન આપી પધારેલ પ્રદેશ/જિલ્લા/મંડલના તમામ હોદ્દેદારો તેમજ બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, મહિલા મોરચો, કિશાન મોરચો તથા યુવા મોરચાના પ્રમુખ/મહામંત્રી, તેમજ જિલ્લા/તાલુકા/નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનું શાબ્દિક સ્વાગત શહેર કિશાન મોરચાના પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે 14 જાન્યુ. 2019 ના રોજ પુલવામા થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ વિરોને બે મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ત્યારબાદ પાર્ટીનો ધન્યવાદ પ્રસ્તાવ મોરબી જીલ્લા મંત્રી રસિકભાઈ વોરા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે પાર્ટીની ભલામણથી નોટરી વકીલ થયા એવા વકીલ ભરતભાઈ દેગામા અને અનિરુદ્ધસિંહ ઝાલાનું સાલ ઓઢડી ફૂલ હાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નામદાર મહારાણા રાજ સાહેબશ્રી કેસરિદેવસિંહજી દ્વારા સંગઠનાત્મક કાર્યક્રમ અને પ્રબોધન વિષે વક્તવ્ય આપવામાં આવ્યું હતું.‌ જે પછી સામુહિક ભોજન કરી કારોબારી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!