ઈલેક્ટ્રીક સ્કુટર પર જતા દંપતિને રસ્તામાં અકસ્માત નડ્યો, મહિલાનું મોત, પતિ ઈજાગ્રસ્ત…

વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીકથી ઇલેક્ટ્રિક સ્કૂટર પર જતા એક દંપતિને રસ્તામાં ગંભીર અકસ્માત નડયો હતો જેમાં રસ્તામાં અચાનક આડુ કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં પતિની નજર સામે જ પત્નીનું મોત થયું હતું જ્યારે પતિને પણ ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે રહેતા માહમદહુશેન અમીભાઇ શેરસીયા તેમના પત્ની ગુલશનબેન સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર પર પોતાના ગામ નજીકથી પસાર થઇ રહ્યા હોય ત્યારે રસ્તામાં ઈલેક્ટ્રીક સ્કુટર આડું કૂતરું ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગુલશનબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું,

જયારે આ અકસ્માતના બનાવમાં બાઇક ચલાવતા માહમદહુશેન અમીભાઇ શેરસીયાને પણ શરીરે ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!