વાંકાનેરની મેઇન બજારમાથી ધોળે દિવસે બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ મામલે બાઇક માલિકે વાંકાનેર સીટી પોલીસમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પ્રતાપ ચોકમાં રહેતા ગૌતમભાઇ પ્રતાપભાઇ માથકીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧૦ના રોજ આશરે બપોરના ૧૨:૦૦ વાગ્યે તેઓ પોતાનું એક્ટીવા બાઇક નં. GJ 36 J 9914 લઈને તેમની વાંકાનેર શહેરની મેઈન બજારમાં માવાની દુકાને ગયા હતા. જેમાં તેમણે પોતનું બાઇક દુકાન પાસે મેહુલ ટેલીકોમની સામે પાર્ક કરેલ હોય, જે બાઇક કોઈ અજાણ્યા શખ્સો‌ ચોરી કરી ગયા હતા, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!