વાંકાનેર શહેર ખાતે આવેલ પૂર્ણચંદ્ર ગરાસીયા બોડીંગ ભાજપ કાર્યાલય ખાતે આજરોજ મહારાણા શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૯ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ જનસંપર્કથી જન સમર્થન પર મિસ કોલ કરો અને અભિયાન સાથે જોડાઓ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે મહા સંપર્ક અભિયાન અંતર્ગત વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને વાંકાનેર મહારાણા કેશરીદેવસિંહ ઝાલા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, આ બાઇક રેલીમાં બહોળી યુવા ભાજપ કાર્યકરો, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ યોજાયો…
વાંકાનેર પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે રાજ સાહેબશ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમ સવારે ૧૧:૦૦ કલાકે ટીવીના માધ્યમથી નિહાળવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1