વાંકાનેર શહેરથી અમરસર ફાટક ચરફ જતાં એક બાઈક ચાલકને કાર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં, જે બાદ બાઈક ચાલકે કાર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરથી અમરસર ફાટક તરફ જતા રોડ ઉપર પોતાનું બાઈક લઈને પસાર થતા હુસેનભાઈ અલીભાઈ ખોરજીયા (ઉ.વ. 60)ને ત્યાંથી પસાર થતી એક કાર નંબર GJ 03 AB 8620 ના ચાલક રફિકભાઇ માથકીયા(રહે. કલાવડી)એ પાછળથી ઠોકર મારતા હુસેનભાઈને કપાળ, નાક અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી તેમણે કાર ચાલકે વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!