વાંકાનેર શહેરની શ્રી દોશી કોલેજના વિદ્યાર્થીઓઓને ગત વર્ષે કુલ ત્રણ ગોલ્ડ મેડલ અને ત્રણ પ્રાઈઝ મળેલા હોય જે પ્રથાને કોલેજના વિદ્યાર્થીઓએ આગળ વધારી આ વર્ષે પણ વધારાના ત્રણ ગોલ્ડ મેડલ અને ત્રણ પ્રાઈઝ મેળવી કોલેજ તથા વાંકાનેર નું ગૌરવ વધાર્યું છે…

આ વર્ષે વાંકાનેર શહેરની દોશી કોલેજમાં અભ્યાસ કરી મુખ્ય વિષય ગુજરાતીની સાથે બી.એ. કરેલ રાતીદેવરીની વિદ્યાર્થીની કુ. હેતલ ત્રિભોવનભાઈ વોરાને આગામી તા. 20/01/23 ના રોજ યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવી દાન સમારંભમાં મહામહીમ રાજ્યપાલશ્રીના હસ્તે ગોલ્ડ મેડલો મળશે…

આ અગાઉ કોલેજમાં ગુજરાતી વિષયમાં બે ગોલ્ડ મેડલ અને બે પ્રાઈઝ તથા અર્થશાસ્ત્ર વિષયમાં એક ગોલ્ડ મેડલ અને એક પ્રાઈઝ મળેલ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બધી જ કોલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે બી.એ.માં સૌથી વધુ માર્કસ કુ. હેતલ વોરાએ પ્રાપ્ત કરેલ છે. જે બદલ કોલેજના પ્રમુખશ્રી, સેક્રેટરીશ્રી, આચાર્યશ્રી અને સર્વે અધ્યાપકો દ્વારા અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી ભવિષ્યમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!