વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોકમાં એક શખ્સ ફરિયાદીની ભત્રીજીની વાતો કરતો હોય જેથી બાબતે ફરિયાદી કાકા યુવાનને ઠપકો આપવા જતાં ઉશ્કેરાઈ જઈ આરોપીએ ફરિયાદીને ગાળો આપી ઈંટના ટુકડા વડે માથા તેમજ પીઠના ભાગે મારીને ઈજાઓ કરી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે આરોપી યુવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરમાં આરોગ્યનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ જીવણભાઈ વિરાણી (ઉ.વ. ૪૨)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી જીગ્નેશભાઈ ભાયલાલભાઈ પતરીયા (રહે. આરોગ્યનગર) સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપી તેની ભત્રીજીની વાતો કરતો હોય તે બાબતે ફરિયાદી આરોપીને ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે આરોપી ઉશ્કેરાઇ જઇ અને ફરિયાદીને ગાળો આપી અને ઈંટના ટુકડા વડે હુમલો કરી ફરિયાદીને માથા તથા પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં ફરિયાદીએ આરોપી જીજ્ઞેશ સામે પોલીસમાં રાવ કરતા પોલીસે આરોપી યુવાન સામે ગુનો આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ તથા જીપીએફ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!