વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર રાતાવિરડા ગામ નજીક એક બેકાબૂ બનેલા ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેથી આ બનાવવામાં વાંકાનેર તાલુકા પોલીસે યુવાનની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર રાતાવીરડા ગામ નજીક લાટો સિરામિક પાસે એક ટ્રક નં. GJ 12 BV 5211ના ચાલકે રોંગ સાઈડમાં આવી ત્યાંથી પસાર થતા એક બાઇક નં. GJ 36 M 9197ને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક હરેશભાઈ મગનભાઈ દેગામાને માથા, કોણી, કાંડા અને પગમાં ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…
બનાવ બાદ ટ્રક ચાલક પોતાનુ વાહન સ્થળ પર જ મુકી ફરાર થઈ ગયો હતો જેથી આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવકે સારવાર બાદ ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1