હાલ સમગ્ર ગુજરાતમાં જીરાના પાકની સિઝન ચાલુ છે. ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ૧૯૫૬થી અત્યાર સુધીના ઇતિહાસમાં જીરાની રેકોર્ડ બ્રેક આવક નોંધાઇ છે જેમાં ચાલુ સીઝનના શરૂઆતના મહિનામાં જ 1,12,750 મણની જીરાની આવક વાંકાનેર યાર્ડમાં નોંધાઇ છે. દર વર્ષે આખી સીઝનમાં જે જીરાની આવક થાય છે તે ચાલુ મહિનામાં જ આવક થઇ છે. જયારે આજે એક જ દિવસની જીરાની રેકોર્ડ બ્રેક આવક 10,800 મણની થઇ છે…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જીરાની જે આવક થાય છે તેની રોજ ઉતરાણ, રોજ વેચાણ, રોજ તોલાઇ અને તે જ દિવસે ખેડૂતોને જણસીનું બિલ મળી જતું હોય છે જેથી કોઈ પણ ખેડૂતનો માલ પડતર રહેતો નથી. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને તે જ દિવસે પેમેન્ટની સુવિધા દલાલભાઈઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેમજ ખેડૂતોને રાત્રી રોકાણ માટે રેસ્ટ હાઉસની સુવિધા પણ આપવામાં આવે છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!