વાંકાનેર નગરપાલિકામાં ભાજપના મેન્ડેડનો અનાદર કરી બળવાખોર સભ્યોએ પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે પોતાના સભ્યો બેસાડી દેતા વાંકાનેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો જેમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપના મોંઢે આવેલ કોળીયો બળવાખોરોએ જુઠી લેતા વાંકાનેર નગરપાલિકામાં અપક્ષ શાસન સ્થાપિત થયું હતું. જે બાબતે આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વાંકાનેરમાં ચૂંટાયેલા 24 પૈકી 14 બળવાખોર સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢી સસ્પેન્ડ કર્યા છે…

પ્રદેશ ભાજપ કાર્યાલયના મીડિયા ડો.યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચનાથી તાત્કાલિક અસરથી મીરાબેન હસમુખભાઈ ભટી, દેવુબેન શામજીભાઈ પલાણી, કાંતિભાઈ રાયમલભાઈ કુંઢીયા, કોકીલાબેન કિર્તીકુમાર જોષી,

ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા, હેમાબેન ધર્મપભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ભોગીલાલ શાહ, રાજ કેતનભાઈ સોમાણી, જશુબેન રમેશભાઈ જાદવ, જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ, સુનીલભાઈ મનસુખલાલ મહેતા, શૈલેષભાઈ જયંતિલાલ દલસાણીયા, માલતીબેન વિનોદરાય ગોહેલ, ભાવનાબેન કનૈયાલાલ પાટડીયાને પક્ષમાંથી બરતરફ કરવા આદેશ કર્યો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!