આજે સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચી બોલી વાંકાનેર યાર્ડમાં લાગી…: રૂ. 6,000 થી 8,500 સુધી ભાવ મળતા ખેડુતો રાજીરાજી….

આજે સોમવારે ગુજરાત ભરમાં માર્કેટ યાર્ડ ખુલતાની સાથે જ જીરૂમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી, જેમાં સમગ્ર ગુજરાતમાં જીરૂના ભાવોએ તમામ રેકોર્ડ તોડી રૂ. 8,000 ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી હાઈએસ્ટ જીરૂના ભાવ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બોલાયા હતા જેમાં જીરૂની ઉંચામાં ઉંચી ખરીદી પ્રતિ મણ રૂ.8,500 બોલાઇ હતી. જેમાં આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં 320 ક્વિન્ટલ જીરાની આવક થઈ હતી જેમાં હાઇએસ્ટ ભાવ 8500 અને નીચા ભાવ 6000 નોંધાયો છે….

આજે આ ખેડૂતને જીરૂના મળ્યા રૂ. 8,500 પ્રતિ મણ…

સમગ્ર સૌરાષ્ટ્ર ભરના માર્કેટિંગ યાર્ડમાંથી આજે જીરૂના ભાવમાં સૌથી ઉંચી બોલી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બોલાઇ હતી, જેમાં આજે વાંકાનેર વિસ્તારના ત્રણ ખેડૂતોને જીરૂના રૂ. 8,500 પ્રતિ મણ ભાવનો લાભ મળ્યો હતો. તિથવા ગામના ખેડૂત નજુભાઈ, મોરથરા ગામના ખેડૂત હકાભાઈ અને ભવાનીગઢ ગામના ખેડૂત કરશનભાઈના જીરૂ પાકના ભાવ આજે વાંકાનેર યાર્ડમાં રૂ. 8,500 પ્રતિ મણ બોલાયા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!