સાવધાન….: વાંકાનેર વિસ્તારમાં જાહેર માર્ગ પર બ્લાસ્ટ કરનાર આરોપી પાસેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપાયો….

0

જાહેર માર્ગ ઉપર બ્લાસ્ટ કરનાર શખ્સ પાસેથી ગેરકાયદેસર વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરતી મોરબી એલસીબી ટીમ…

મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં જરીયા મહાદેવ મંદિર તરફ જતા જાહેર માર્ગ ઉપર વિસ્ફોટ કરનાર એક શખ્સને વિસ્ફોટક પદાર્થના મોટા જથ્થા સાથે ઝડપી પાડી આરોપી પાસેથી રૂ. 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રાથમિક તપાસમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા પોલીસે કુલ ત્રણ આરોપીઓ સામે એક્સપલોઝીવ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં જરીયા મહાદેવ તરફ જતા માર્ગ ઉપર કોઈ શખ્સો દ્વારા ગેરકાયદેસર વિસ્ફોટ કરવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડી આરોપી વનરાજ બેચરભાઈ હડાણી (રહે.અદેપર, તા.વાંકાનેર) નામના શખ્સને સુપર પાવર એમ્યુલેશન ટોટા નંગ 121, ડિટોનેટર કેપ નંગ 33, એક્સપલોઝીવ પદાર્થ સાથેનો વાયર, એક ટ્રેકટર, એક એર કમ્પ્રેસર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,08,525ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

આ બનાવમાં પોલીસ દ્વારા આરોપીની પ્રાથમિક પુછપરછમાં આરોપી વનરાજ હડાણીએ અન્ય આરોપી ચંદ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ(રહે. ભાડુકા, તા. સાયલા) અને એક મોબાઈલ ધારકની સૂચના મુજબ વિસ્ફોટ કર્યા હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં એક્સપલોઝીવ એક્ટ તથા અન્ય આઇપીસી કલમો હેઠળ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU