વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીકથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે સિંકદર ઝડપાયો….

0

વાંકાનેરની ઢુવા ચોકડી નજીકથી ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમ દ્વારા એક શખ્સને દેશી બનાવટની મેગજીન વાળી પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ સાથે ઝડપી લઈ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ નાગરાજ પાન એન્ડ ટી સ્ટોલ પાસે ઉભેલ વાંકાનેરના વિશિપરામા રહેતા સિકંદર રાયધનભાઈ મોવર નામના શખ્સને ઝડપી પાડી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી એક દેશી બનાવટની મેગજીન વાળી પિસ્તોલ (કિંમત રૂ. 10,000) અને 3 જીવતા કારતુસ (કિંમત રૂ. 300) સહિત કુલ રૂ. 10,300ના મૂદામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે…

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી. એમ. ઢોલના માર્ગદર્શમ હેઠળ પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, હેડ કો. સુરેશભાઈ હૂંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા અને કો. વિક્રમભાઈ કુગસિયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU