વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું બ્યુંગલ ફુંકાઈ ચુક્યું છે ત્યારે આજે ચુંટણી પ્રક્રિયામાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોની ફાઇનલ યાદી પ્રસિદ્ધ થઇ ચૂકી છે, જેમાં માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ખેડૂત વિભાગમાં કુલ 21, વેપારી વિભાગમાં 5 અને ખરીદ-વેચાણ વિભાગમાં 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. યાર્ડની ચુંટણીમાં મુખ્ય પીરઝાદા સમર્થીત પેનલ અને ભાજપ સમર્થિત પેનલ વચ્ચે ચુંટણી ખેલાશે….
અત્રે ઉલ્લેખનીય છે કે યાર્ડની ચુંટણીમાં મુખ્ય જંગ પીરઝાદા અને ભાજપ સમર્થિત પેનલ વચ્ચે ચુંટણી ખેલાશે જેમાં વેપારી વિભાગની કુલ 4 બેઠક માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાંથી ચાર પીરઝાદા પેનલ અને એક ભાજપના ઉમેદવારે ફોર્મ ભરતા પીરઝાદા પેનલની ત્રણ બેઠક ફાયનલ ગણી શકાય જ્યારે એક માટે બેને પેનલ વચ્ચે રસાકસી રહેશે. વેપારી વિભાગમાં ઓછા ફોર્મ ભરાવા પાછળ હાલના શાસકોની સારી કામગીરી હોવાનું વેપારી સુત્રો પાસેથી જાણવા મળ્યું છે….
આજ રીતે ખેડૂત પેનલમાં કુલ 10 બેઠક વચ્ચે 21 ફોર્મ ભરાયાં છે જેમાં 10 ઉમેદવાર પીરઝાદા પેનલ અને 10 ઉમેદવાર ભાજપ પેનલ અને એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યા છે જેમાં તમામ 10 બેઠક વચ્ચે રસાકસી સાથે ચુંટણી યોજાશે….
ખરીદ-વેચાણ વિભાગની એક બેઠક માટે બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાં એક પીરઝાદા અને એક બીજેપી સમર્થીત ઉમેદવાર છે. જેના માટે પણ ચુંટણી યોજાશે…
કોણ હશે મતદાર….
ખેડૂત વિભાગમાં સહકારી મંડળીના સભ્યો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચુંટતા હોય છે, જ્યારે વેપારી વિભાગમાં માર્કેટિંગ યાર્ડમાં લાઇસન્સ ધરાવતા વેપારીઓ મત આપીને તેમના પ્રતિનિધિઓને ચુંટે છે. જ્યારે એક સભ્ય ચંદ્રપુર ગ્રામ પંચાયત ઠરાવ કરીને તેમનો પ્રતિનિધિ મોકલે છે. આ ઉપરાંત બે અધિકારીઓ પણ સભ્ય તરીકે હોય છે, જેમાં એક જિલ્લા ખેતીવાડી અધિકારી અને બીજા જિલ્લા રજીસ્ટ્રાર પણ માર્કેટિંગ યાર્ડ ના સભ્ય રહે છે અને તેઓને દરેક નિર્ણયમાં મતનો અધિકાર પણ હોય છે….
ખેડૂત વિભાગના ઉમેદવારો…
૧). કડીવાર અબ્દુલરહીમ વલીમામદભાઈ -પીપળીયારાજ
૨). કડીવાર ઇસ્માઇલ ફતેમામદ -વાલાસણ
૩). કુણપરા બચુભાઇ મનજીભાઈ -પલાસ
૪). કેરવાડિયા કરમશીભાઈ ગોવિંદભાઇ – આણંદપર
૫). કોબીયા દેવભાઈ છગનભાઇ – ભેરડા
૬). ખોરજીયા યુનુસ અલાવદી -અરણીટીંબા
૭). ગોરીયા નાથાભાઇ મનજીભાઈ – ભેરડા
૮). ચૌહાણ બિપિન પ્રેમજીભાઈ -જેપુર
૯). જાડેજા હરદીપસિંહ મહેન્દ્રસિંહ -કોટડા નાયાણી
૧૦). જાડેજા હરદેવસિંહ દિલુભા -આગાભી પીપળીયા
૧૧). ઝાલા અર્જુનસિંહ તેજુભા -જાબુડિયા
૧૨). ઝાલા સિદ્ધરાજસિંહ ચનુભા -ખેરવા
૧૩). પરાસરા ગુલામ અમી -સિંધાવાદર
૧૪). પીરઝાદા શકિલએહમદ ખુરશીદહૈદર -રાણેકપર
૧૫). બ્લોચ ગુલમહંમદ ઉમંરભાઈ -વાંકીયા
૧૬). બાદી ઉસ્માનગની નૂરમામદ -કેરાળા
૧૭). વાળા કીર્તિરાજસિંહ દિપુભા -ગારીયા
૧૮). શેરસિયા જલાલ અલીભાઈ -ચંદ્રપુર
૧૯). શેરસિયા હુશેન અહમદ -કોઠી
૨૦). શેરસિયા હુશેન મહમદ -પંચાસર
૨૧). સાપરા મગન જગાભાઈ -ગુંદાખડા
વેપારી વિભાગના ઉમેદવારો
૧). ચૌધરી મોહયુદીન હુશેનભાઇ
૨). ઝાલા શક્તિસિંહ દેવેન્દ્રસિંહ(બીજેપી પેનલ)
૩). પરાસરા મોહંમદરફીક ઉસ્માનભાઇ
૪). બાદી મો.નીસાર ઇસ્માઇલભાઇ
૫). મેઘાણી અશ્વીનભાઇ નવઘણભાઇ
ખરીદ-વેચાણ વિભાગના ઉમેદવારો…
૧). કાંકરેચા કાળુભાઈ મેરૂભાઈ
૨). બાદી અલીભાઈ મામદભાઈ-મહિકા
નિયુક્તિ પત્રો પાછા ખેંચવાની તારીખ – ૦૩/૦૧/૨૦૨૨
ઉમેદવારોની યાદીની આખરી પ્રસિધ્ધિ – ૦૩/૦૧/૨૦૨૨
મતદાનની તારીખ – ૧૧/૦૧/૨૦૨૨
મતગણતરીની તારીખ – ૧૨/૦૧/૨૦૨૨
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I