આજરોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે શહેરની આસીયાના સોસાયટીની મહિલાઓ દ્વારા વાંકાનેર નગરપાલિકાના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે સાંજના ચાર વાગ્યાથી ધારણા શરૂ કરવામાં આવ્યા હતા જે બનાવમાં મોડી રાત્રે પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ પરથી નગરપાલિકાના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધતા મહિલાઓએ પોતાના ધારણા સમેટ્યા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ પહેલા વાંકાનેર નગરપાલિકાના કર્મચારી અશોકભાઈ રાવલ દ્વારા શહેરની આસીયાના સોસાયટી ખાતે ભુતિયા નળ કનેકશન કાપવા જતા સ્થળ પર પોતાનો વિરોધ નોંધાવા પહોંચેલી મહિલાઓ અને કર્મચારી વચ્ચે તકરાર સર્જાઈ હતી જે બનાવમાં ફરિયાદી ગીતાબેન મકવાણા દ્વારા નગરપાલિકાના કર્મચારી વિરુદ્ધ ગત તા. 11ના રોજ ફરિયાદ અરજી આપવામાં આવી હતી,
જેમાં લાંબા સમય બાદ પણ પોલીસ ફરિયાદ ન નોંધાતાં મહિલાઓ વિફરી હતી અને આજે ચાર વાગ્યાથી પોલીસ સ્ટેશન બહાર ધારણા શરૂ કરવામાં આવ્યા હતા, જેથી આ બનાવમાં મોડી રાત્રે પોલીસ દ્વારા આરોપી નગરપાલિકાના કર્મચારી અશોકભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ 323, 504, 506(1) મુજબ ગુનો નોંધાતા મહિલાઓએ આખરે પોતાના ધારણા સમેટ્યા હતા….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I