વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે આવેલ માધ્યમિક શાળા ખાતે ગઇકાલના રોજ કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ 15 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે કોવિડ પ્રતિરોધક રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગામના સામજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા…
વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે આવેલ સરકારી માધ્યમિક શાળા (નવા કણકોટ) ખાતે 15 થી 18 વર્ષનાં બાળકો માટે કોરોના વિરુદ્ધ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસીકરણ કેમ્પ યોજાયો હતો જેમાં પુર્વ તાલુકા પંચાયત સદસ્ય હુસેનભાઈ તથા આરોગ્ય સ્ટાફ સિંધાવદરના પંડ્યાભાઈ, અફસાનાબેન, નયનાબેન, જયદીપભાઈ, રૂકૈયાબેન અને શેરબાનુબેન હાજર રહ્યા હતા. આ કેમ્પમાં કુલ 46 બાળકોને રસી આપવામાં આવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I