વાંકાનેર વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં વાંકાનેર વિસ્તારની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે. સમગ્ર પંથકમાં ઘરે ઘરે શરદી-તાવ-ફ્લૂ-કોરોના સહિતની બિમારીઓના ખાટલા વધી રહ્યા છે ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું હતું જેની સમય મર્યાદામાં વધારો કરતાં યાર્ડ આગામી તા. 18/04, રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે…

વાંકાનેર વિસ્તારમાં ફાટી નીકળેલાં રોગચાળા અને કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આજ તા. 11/04/2021 થી આગામી તા. 18/04/2021 રવિવાર સુધી આખું અઠવાડિયું વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નું તમામ કામકાજ બંધ રહેશે. ત્યાર બાદ પરિસ્થિતિ મુજબ તા. 18ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે…

જેથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ સાથે સંલગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો, વાહનચાલકો અને મજુરોએ આ બાબતની નોંધ લેવી અને નવા માલની ઉતરાઇ પણ બંધ હોય જેથી યાર્ડમાં ખેડૂતોએ નવો માલ પણ લાવવો નહીં તેવું યાર્ડના સેક્રેટરીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!