શ્રી દર્શક શાળા વિકાસ સંકુલ-વાંકાનેરમાં સમાવેશ થતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચાલું વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઓનલાઇન ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં પણ વિદ્યાર્થીઓએ રસ પુર્વક ભાગ લીધો હતો. NCERT તથા GCERT દ્વારા વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનની મુખ્ય થીમ ‘ટેક્નોલોજી અને રમકડા’ અંતગત પેટા વિષયો ૧). ઇકો ફ્રેંન્ડલી સામગ્રી,

૨). સ્વાસ્થ્ય, આરોગ્ય અને સ્વચ્છતા, ૩). આદાન-પ્રદાન થઈ શકે તેવું સોફ્ટવેર, ૪). ઐતિહાસિક વિકાસ અને ૫).ગાણિતીક નમૂનાઓ જેવાં વિષયો અંતર્ગત શાળા વિકાસ સંકુલની શાળાનાં વિદ્યાર્થીઓએ કૃતિઓ વિજ્ઞાન શિક્ષકનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરી રજૂ કરી હતી…

વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રત્યે રુચિ, કૌશલ્ય વિકસે તે માટે દર વર્ષે આ પ્રદર્શન તાલુકા કક્ષાથી રાષ્ટ્રીય સ્તર સુધી ક્રમશ યોજાય છે. જેમાં આ વર્ષે કોરોના મહામારીની સ્થિતીમાં પણ ૧૪ માધ્યમિક શાળા અને ૭ ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ પોતાની કૃતિ આ ઓનલાઈન પ્રદર્શનમાં રજૂ કરી હતી. વિજ્ઞાન પ્રદર્શન પ્રત્યક્ષ યોજવાની વર્તમાનની મુશ્કેલીને ટેક્નોલોજી દ્વારા દૂર કરી ઓનલાઇન વ્યવસ્થાની મદદથી પ્રદર્શન યોજાયું હતું…

આ પ્રદર્શનમા નિષ્પક્ષ નિર્ણાયક તરીકેની સેવા શ્રી એ. જે. અણદાણી,(મદદનીશ શિક્ષક એસ.એમ.પી. હાઇસ્કુલ – સિંધાવદર), શ્રી રઉફએહમદ યુસુફભાઇ બાદી, (મદદનીશ શિક્ષક મહંમદી લોક્શાળા – ચંદ્રપુર), શ્રી ભારતભાઇ ગોપાણી (મદદનીશ શિક્ષક શ્રી ગ્રામ પંચાયત હાઇસ્કુલ -તીથવા)એ નિષ્પક્ષ અને ઉંડાણ પૂર્વક મૂલ્યાંકન કર્યુ હતું. તેમજ આ પ્રદર્શનમાં શાળા વિકાસ સંકુલનાં સંયોજક શ્રી જયંતિભાઇ પડસુંબિયા તથા લાયજન ઓફીસર શ્રી ભાવેશભાઇ ભાલોડીયાએ ભારે જહેમત ઉઠાવી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!