વાંકાનેર શહેર પોલીસ દ્વારા રવિવારે શહેરના પતાળિયા કાંઠે આવેલ સ્મશાન પાસે દેશીદારૂને રેડ કરી હતી ત્યારે જ્યાંથી એક આરોપી દેશી દારૂ સાથે ઝડપાયો હતો. આ બનાવ બાદ આરોપીએ પોલીસ સાથે માથાકૂટ અને ઝપાઝપી કરી પોલીસના હાથમાંથી છટકવવા માટે પોતાના શરીરે પેટ્રોલ જેવું પ્રવાહી છાંટી બચવાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે તુરંત જ આરોપીને સંકજામાં લઇ તેની વિરુદ્ધ દેશી દારૂ વેચાણ અને ફરજમાં રુકાવટનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફના પેટ્રોલીગ દરમ્યાન વાંકાનેરના પતાળીયા પુલ પાસે સ્મશાન નજીક બાવળની ઝાડીની બાજુમાં એક ઇસમ પ્લાસ્ટિકની શંકાસ્પદ થેલી સાથે નીકળતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ રવિ ઉર્ફે કાશી કાળું વાંસાણી હોવાની અને તેની પાસે પ્લાસ્ટિકની થેલીમાં તેમજ બોટલમાં દેશીદારૂ હોવાનું જણાતા, પોલીસે તેને પકડવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસના હાથમાંથી છટકવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
તેમજ પોલીસથી બચવા માટે આરોપી પોતાની પાસે રહેલી બોટલમાંથી પેટ્રોલ જેવા પ્રવાહીને શરીર ઉપર છાંટી દીધું હતું. બાબતે પોલીસ સ્ટાફ દ્વારા કંઈ અજુગતું બને તે પુર્વે આરોપીને સંકજામાં લઇ આરોપી સામે ફરજમાં રુકાવટ અને પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr