છેલ્લા વીસ દિવસથી વાંકાનેર શહેરને પિવા માટે ડહોળું અને દુષિત પાણી આપવામાં આવી રહ્યું છે, અને ત્યારથી જ વાંકાનેર વિસ્તારમાં ગંભીર રોગચાળોએ માથું ઊંચક્યું છે : પાલિકાતંત્ર પાસે અધતન ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કેમ ?
વાંકાનેર શહેરને છેલ્લા ૨૦ દિવસથી અપાતું પીવાનું પાણી અંત્યત ડહોળું અને દૂષિત બાબતે અનેક ફરિયાદો અને અખબારી અહેવાલોને ઘોળીને પી જનાર વાંકાનેર નગરપાલિકા તંત્ર હમ નહિ સુધરેંગે નો રાગ આલાપી રહ્યા છે. પાલિકાતંત્રના અધિકારી-પદાધિકારીઓ વાંકાનેર શહેરના નાગરિકોના આરોગ્ય ઉપર જોખમ સર્જાય તે માટે સહમત છે કે શું ?
નાગરિકોને મોતના મુખમાં ધકેલાયા કોરોના વાયરસના ગંભીર કાળ દરમ્યાન વાંકાનેર શહેરને પીવાનું પાણી ડહોળું અને દૂષિત અપાતું હોય જે ગંભીર રોગચાળાના સમયમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. હાલ વાંકાનેર વિસ્તારમાં ઘરે-ઘેર ગંભીર બિમારીના ખાટલા હોય, સરકારી-ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો,
હોસ્પિટલો હાઉસ ફુલ હોય આ બધા વચ્ચે સત્તાધારી ભાજપ નેતાઓ નાગરિકોની હાલત પર મૌન રહી તમાશો જોઈ રહ્યા છે. રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર કૈ પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બધે ભાજપ શાસન અમલમાં હોય જેથી દરેક જગ્યાએ મતદારોને ઐસીતૈસી કરાતી હોવાની સ્થિતિ સર્જાઈ છે…
વાંકાનેર શહેરને અપાતું પીવાનું પાણી મચ્છુ 1 ડેમથી વાંકાનેર શહેર સુધી પાઇપલાઇન વાટે ફિલ્ટર પ્લાન્ટના સંપમાં ઠલવાય છે જ્યાંથી શહેરમાં વિતરણ કરવામાં આવે છે. જેમાં છેલ્લા ૨૦ દિવસ પૂર્વે મચ્છુ 1 ડેમ ની કેનાલ બંધ કરતા બે દિવસ સતત દૂષિત પાણી બાબતે પાલિકા તંત્ર દ્વારા ‘ કેનાલ બંધ કરાઇ હોવાના કારણે એકાદ-બે દિવસ આવું થશે ‘ના જવાબ અપાયા પરંતુ આજે ૨૦ દિવસ બાદ એજ સ્થિતિ મુજબ શહેરને ડહોળું અને દૂષિત પાણી અપાઇ રહ્યું છે, જેનાથી માનવ આરોગ્ય પર ગંભીર ખતરાઓ તોળાઈ રહ્યા છે જે કોની દેન ?
બાબતે તાત્કાલિક જવાબદારો સામે કડક હાથે કામ લઇ, વાંકાનેર શહેરના નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શહેરને પીવાનું ચોખ્ખું પાણી આપવા માટે તમામ કાર્યવાહી હાથ ધરવા લોકમાંગ ઉઠી છે. લોકો પોતાના પર આવી પડેલ આ બીમારી સામે લડવામાં વ્યસ્ત હોય અન્યથા વિરોધનો વંટોળ પરાકાષ્ટા ઉઠવા પામ્યો હોય, બાબતે તાકીદે પરિણામલક્ષી કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr