વર્તમાન સમયમાં સમગ્ર મોરબી જિલ્લામાં ગંભીર બીમારી કોરોના વાયરસએ માઝા મૂકી છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર ઇન્જેક્શન અમૃત સમાન સાબિત થઇ રહ્યું છે જે મોરબી-વાંકાનેર સરકારી/ખાનગી હોસ્પિટલ કે મેડિકલ સ્ટોરોમાં જોવા મળતું નથી. જેનાથી દર્દીઓ હેરાનપરેશાન થઈ રહ્યા છે.
પરંતુ આ બધા વચ્ચે મોરબી શહેર ખાતે આવેલ ત્રણ નામાંકિત મેડિકલ સ્ટોરમાં ભાજપ સાંસદની લાગવગથી આ ઇન્જેક્શન મળી રહ્યા છે. છાનીછૂપી રીતે આમ જનતા માટે નહીં પરંતુ ફક્ત ‘ખાસ નાગરિકો’ માટૈ લાગવગના ધોરણે મળતા આ અછતગ્રસ્ત રેમડેસીવીર ઇન્જેક્શન ક્યાંથી આવી રહ્યા છે ? એ બાબત ચર્ચાનો વિષય છે….
હાલમાં મોરબી જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શન કોઈ પણ હોસ્પિટલ કે બજારમાં પણ મળી નથી રહ્યા તેમજ રાજ્ય સરકાર પાસે પણ તેની તીવ્રતા છે, જેનાથી પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે. બે દિવસ પૂર્વે મોરબી ખાતે મુખ્યમંત્રી-ઉપ મુખ્યમંત્રી સહિતના નેતાઓ મુલાકાતે આવ્યા હતા જે દરમિયાન તેમણે અપુરતી સુવિધા પુરી પાડવા, મોરબી જિલ્લામાં ચાલતા 35 જેટલા PHC & CHC સેન્ટર પર બેડની વ્યવસ્થા કરી આપવા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે RT-PCR ટેસ્ટીંગ લેબ શરૂ કરવાની જાહેરાત કરી હતી પરંતુ તેનું શું થયું ?
હાલ મોરબી જિલ્લાની હાલત અંત્યત ગંભીર હોવા છતાં તંત્ર સાચાં આંકડાઓ છુપાવી સત્ય સ્વીકારવા તૈયાર નથી. ગંભીર હાલતમાં રહેલા કોરોના દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂર વધારે હોય છે ત્યારે તેની કાળા બજારી થવા લાગી છે. જેમાં મોરબીના પ્રતિષ્ઠિત એવા ત્રણ મેડિકલ સ્ટોરમાં રેમડેસીવીર ઇન્જેક્શન હાજર છે જે ઇન્જેક્શનો મેળવવા માટે દર્દીઓએ સાંસદ સભ્યની લાગવગ કરવી પડે છે. હાલ કોરોનાના ગંભીર રોગચાળામાં લોકો પિસાઈ રહ્યા છે ત્યારે ભાજપ નેતાઓ રાજનીતિ કરવામાં વ્યસ્ત છે.
સરકારી હોસ્પિટલમાં હાલ પુરતી સુવિધાઓ મળતી નથી ત્યારે ભાજપના નેતાઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. રેમડેસીવીર ઇન્જેક્શન અને રેપિડ ટેસ્ટ કીટની જ્યારે સરકારી તંત્ર પાસે અછત હોય અને ભાજપના નેતાઓ પાસે તે મળી જાય તો શું આવા નેતાઓ જનતાને ગુલામ બનાવવા મથી રહ્યા છે કે શું ? આવા કપરા સમયમાં પણ અમુક રાજકારણીઓ આવી રાજ-રમત રમી રહ્યા છે જે બાબતને દુઃખદ ગણવી કે શરમજનક ?
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr