વાંકાનેર રામપરા અભયારણ્યમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર(RFO) તરીકે ફરજ બજાવતા અને ACFનો ચાર્જ ધરાવતા અધિકારી શ્રી ચમનભાઈ વશરામભાઈ સાણજા ગત તારીખ ૩૧/૩/૨૦૨૧ ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા વાંકાનેર પાટીદાર સેવા સમાજ દ્વારા તેમનું નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું…
સી.વી. સાણજા ફોરેસ્ટ અધિકારી તરીકે જામકંડોરણા,જુનાગઢ, જસદણ, રાજકોટ, ઘુડખર અભ્યારણ-બજાણા અને વાંકાનેર ખાતે ફરજ બજાવી ચૂક્યા છે. પોતાના સેવા કાળ દરમિયાન વન સરક્ષણ, પર્યાવરણ જતન, વન્ય પ્રાણી સુરક્ષા જેવી સરાહનીય કામગીરીઓ તેઓએ ખૂબ જ બખુબી રીતે સંભાળી હતી.
જેઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વાંકાનેર પાટીદાર સેવા સમાજ દ્વારા તેમનું નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેર પાટીદાર સમાજના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલે તેમની સન્માન પણ પાઠવી તેમની કામગીરીનો બિરદાવી હતી અને નિરામય જીવનની શુભેચ્છા પાઠવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr