મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કોવડની ટીમે વાંકાનેર સીટી પોલીસ મથકના વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઈ વી. બી. જાડેજાની સુચનથી પીએસઆઈ એન. બી. ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પેરોલ ફર્લો સ્કોવડના રસિકભાઈ ચાવડા અને વિક્રમસિંહ બોરાણાને મળેલ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોવડની ટીમે વાંકાનેર સીટી પોલીસ મથકના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી આસુભાઇ ચોખાજી વિશ્રોઈ (ઉ.વ. 42, રહે.ખાપરોલ રાજસ્થાન)ને દાતા ગામેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

મોરબી પેરોલ ફર્લો સ્કોવડની આ કામગીરીમાં પીઆઈ વી. બી. જાડેજા, પીએસઆઈ એન. બી. ડાભી, રસિકભાઈ ચાવડા, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, કૌશિકભાઈ મારવણીયા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા, નીરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, સતીશભાઈ કાંજીયા અને હરેશભાઈ સરવૈયા સહિતનો સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!