અન્ય ઉમેદવારો મતદારો(ચંદ્રપુર તાલુકા પંચાયત મતવિસ્તાર) પાસે પોતાના અને પક્ષના નામે મત માંગશે પરંતુ હું મારા કામના નામે મતદારો પાસે મત માગું છું, કામ કરે એવા ઉમેદવારને મત આપો ‘ નકામા ‘ ને નહિં : દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા
ગુજરાતમાં જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ ચુંટણીનો માહોલ ગરમી પકડી રહ્યો છે. આવામાં વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર સીટ પર ભાજપના ઉમેદવાર દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલાએ મતદારો પાસે પોતાના કામના નામે મત માંગી અને મતદારોનું મન મોહી લીધું છે.
આ સીટ પર ભાજપના ઉમેદવારના પતી હાલ સરપંચ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને એક સાચા લોકસેવક તરીકે ગામના નાગરિકોના કામ કરી બતાવ્યા છે જેથી તેમણે મતદારો પાસે પોતાના કામના નામે મત માંગી આ સીટ પર બાજી પલટાવી, ભાજપના ઉમેદવાર માટે વિજયી કુચ શરૂ કરી દીધી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે…
વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર સીટ પર ભાજપના ઉમેદવાર દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે જેમાં તેમને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. તેમના પતિ હાલ આ ગામના સરપંચ પદે કાર્યરત હોય જેથી તેમણે ગામમાં કરેલ વિકાસના કામો માટે અને આવા જ વધુ વિકાસના કામો થકી ચંદ્રપુર વિસ્તારમાં વિકાસના તમામ દ્વારો ખોલવા મતદારો પાસે મત માંગી મતદારોનું મન મોહી લીધું છે….
અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રપુર ગ્રામ પંચાયતમાં હાલ સરપંચ તરીકે કાર્યરત અને એક સાચા લોકસેવક હરિશ્ચંદ્રસિંહ ઝાલા સરપંચ પદે ચૂંટાયા બાદ તેમણે ચંદ્રપુર ગામ, ગુલશન પાર્ક અને ભાટીયા સોસાયટીમાં આશરે સવા કરોડ રૂપિયાના વિકાસનાં કામો કર્યા છે જેમાં એકાદ કરોડ રૂપિયાના કામ પૂર્ણ પણ થઈ ચૂકયા છે અને વધારાના ૨૫ થી ૩૦ લાખના કામો મંજૂર થયેલા છે તે હવે શરૂ થશે.
હાલ ચંદ્રપુર વિસ્તારમાં સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાના નેતૃત્વમાં કોઈપણ પ્રકારના પક્ષપાત કે ભેદભાવ વગર ગામના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. જેથી આ ગામના નાગરિકોમાં સરપંચ તરીકે હરિશ્ચંદ્રસિંહ ઝાલાએ એક અનેરૂ સ્થાન ગ્રહણ કર્યું છે. મતદારોના હ્દયમાં આ સ્થાનની ગરીમા હજુ વધારવા માટે તેમણે તાલુકા પંચાયત સીટ પર પણ તેમના પત્નીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે મતદારોને ખાસ અપીલ કરી છે…
સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાએ ચંદ્રપુર ગામમાં વિકાસના કામોની હારમાળા સર્જી દીધી છે જેમાં તેમણે સરપંચ બન્યા બાદ જુના ચંદ્રપુર ગામમાં પાણી પાઈપલાઈન કનેક્શન સાથે નવી નાખવાની કામગીરી, ગામની મેઇન બજારમાં સી.સી.રોડ સહિતના અનેક વિકાસના કામો કર્યા છે. આ સાથોસાથ જ આગામી દિવસોમાં ગામની આડી બજારોમાન સી.સી. રોડ મંજુર કરી ટૂંકમાં જ આ કામ પણ શરૂ કરવાની જાહેરાત કરી છે.
ગામમાં નર્મદાનું પાણી પૂરતું ન આવતું હોવાના કારણે તેમણે તાત્કાલિક બોર કરાવી અને ગામના નાગરિકોના ઘર સુધી પાણી પહોંચતું ટરી આપ્યું છે, આ સિવાય વિકાસના કામોમાં ભૂગર્ભ ગટર અને પંચાયત ઘરનું કામ કરવામાં આવ્યું છે જ્યારે ભાટીયા સોસાયટીમાં સીસી રોડ, ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે ઉપરાંત પાણીની ખેંચ પડતાં ભાટીયા સોસાયટી માટે અલગથી બે બોર તાત્કાલિક કરાવીને શરૂ કરી દેવામાં આવ્યા છે.
આવા અનેક વિકાસના કામો થકી સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલા ગામના નાગરિકોમાં લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. જેથી ચંદ્રપુર તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપમાંથી ચૂંટણી લડતા તેમના પત્ની દક્ષાબા ઝાલાને પણ મતદારો જંગી બહુમતીથી વિજય બનાવી ગામના વિકાસના તમામ દ્વાર ખોલે તેવી અપીલ ચંદ્રપુર ગામના સરપંચ દ્વારા ગામના મતદારોને કરવામાં આવી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs