મોરબી જિલ્લા યુવા ભાજપ ખજાનચી ભાવેશ પટેલ, લુણસર ગ્રામ પંચાયતના સદસ્ય વિનુભાઇ પટેલ સહીતના ભાજપી આગેવાનો અને કાર્યકરો ચુંટણી સમયે જ ભાજપનો ભગવો ત્યાગી કોંગ્રેસમાં જોડાયા, ભાજપમાં સન્નાટો…

હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં રાજયની છ મહાનગરપાલિકામાં ગઇકાલે મતગણતરી બાદ ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેનો જશ્ન મનાવાઇ રહ્યો છે તો આગામી નગરપાલિકા-પંચાયતોની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પણ પુરજોશમાં ચાલી રહ્યો છે. ઉમેદવારો મતદારોને રીઝવવા તથા જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં વાંકાનેર ભાજપમાં મોટું ભંગાણ પડતાં તાલુકાના લુણસર ગામના 100 થી વધુ ભાજપી આગેવાનો-કાર્યકરો કોંગ્રેસમાં જોડાતાં મોટો અપસેટ સર્જાયો છે.

વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ સહિત લુણસર ગામના 100 કરતાં વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ગાબડુ પડયું છે. વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ નીતીનભાઇ પટેલ, મોરબી જીલ્લા યુવા ભાજપ ખજાનચી ભાવેશભાઇ પટેલ,

લુણસર ગ્રામ પંચાયતના સદસ્ય વિનુભાઇ પટેલ સહિતના લુણસર ગામના ભાજપ આગેવાનો, કાર્યકરો ગઇકાલે ભાજપને રામ રામ કહી કોંગ્રેસમાં જોડાયા હતા અને આગામી જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા માટે સંકલ્પ લીધા હતા…

કોંગ્રેસમાં જોડાયેલા તમામ આગેવાનો, કાર્યકરોને વાંકાનેર કોંગ્રેસના ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ પક્ષમાં આવકારી અને અભિનંદન પાઠવ્યા હતા..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!