કુલ 12 બેઠકોમાંથી પાંચ બેઠકો બિનહરીફ થયેલ, બે બેઠકો પર ટાઇ થતાં ચિઠ્ઠીથી વિજેતા ઉમેદવારો જાહેર કરાયાં….: કોંગ્રેસના ૬ ઉમેદવાર અને ભાજપના ૬ ઉમેદવારો વિજેતા….
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભારે રસાકસીભરી ચૂંટણીમાં કુલ 12 બેઠકોમાંથી ૬ બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે, જ્યારે બાકી ૬ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે….
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો….
૧). વાંકીયા : ગુલમંહમદ ઉમરભાઈ બ્લોચ (ભાજપ)
૨). ઢુવા : બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (કોંગ્રેસ)
૩). માટેલ : કાંકરેચા કાળુભાઇ મેરૂભાઈ (ભાજપ)
૪). સિંધાવદર : ઈસ્માઈલભાઈ મામદ પરાસરા (ભાજપ)
૫). ગારીડા : બાદી અલીભાઇ આહમદ (કોંગ્રેસ)
૦૬). લુણસર : જયેશ છગનભાઇ વસીયાણી (ભાજપ)
૦૭). રસીકગઢ : માથકીયા માહમદ આહમદ (કોંગ્રેસ)
૦૮). કેરાળા : બાદી અબ્દુલરહીમ વલીમામદ (કોંગ્રેસ)
૦૯). કોઠારીયા : બાદી રહીમ જીવા (કોંગ્રેસ)
૧૦). પ્રતાપગઢ : જાડેજા હરદેવસિંહ દિલાવરસિંહ (કોંગ્રેસ)
૧૧). જાલસીકા : કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા (ભાજપ)
૧૨). મહિકા : પોલાભાઈ હિરાભાઈ પરમાર (ભાજપ)
સાત બેઠકોની ચૂંટણીમાં લુણસર અને જાલસીકા બેઠકો પર ટાઇ થયેલ….
સંઘની કુલ સાત બેઠકો પૈકી લુણસર અને જાલસીકા બેઠકોમાં બંને ઉમેદવારો વચ્ચે ટાઈ સર્જાઈ હતી જેમાં બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ચીઠ્ઠીમાં વિજેતા થયા છે. જેમાં જાલસીકા બેઠકો પર ભાજપના ઉમેદવાર કુષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા અને લુણસર બેઠક પર ભાજપના ઉમેદવાર જયેશભાઇ છગનભાઇ વસીયાણી વિજેતા જાહેર થયા છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC