જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ કોમ્પ્યુટર સુવિધા દ્વારા નોંધણી કરાવી શકાશે…

ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ સીઝન ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી લઘુતમ ટેકાના ભાવે પોતાના ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઇ ખેત પાકનું વેચાણ કરવા ઇચ્છતા ખેડુતોની ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે જેના માટે ખેડૂતોએ સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE – ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ કોમ્પ્યુટર સુવિધા દ્વારા તા.૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે….

ખેડૂતોએ ઓનલાઇન નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમુના ૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત સાથે લાવવાની રહેશે….

રાજ્યમાં ઘઉં પકવતા ખેડુતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત છે, જેથી સંબંધીત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. ખરીદી સમયે ખેડુતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રીક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામા આવશે જેની નોંધ લેવી…

નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટસની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટસ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ કરવામાં નહીં આવે તેની ખાસ નોંધ લેશો. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા મેનેજરશ્રી(અનાજ)ની યાદીમાં જણાવાયું છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

error: Content is protected !!