વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતે આવેલ રામ ટેકરીના જોગજતી હનુમાનજી ગુફાની ખાતે ગુરુદેવ રણછોડદાસ બાપુની ૩૭ મી પુણ્યતિથિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે, જે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે….
જેમાં જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં આવતીકાલ તા. ૪ને શનિવારના રોજ રણછોડદાસ બાપુની ૩૭મી પુણ્યતિથિ નિમિત્તે સવારે ૮ કલાકે મારૂતી યજ્ઞ, સાંજે ૪:૩૦ કલાકે બિડુ હોમાશે, સાંજે ૬ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે અને રાતે જે સંતવાણી યોજાશે તેમાં દલસુખભાઈ પ્રજાપતિ, જકનભાઈ વેગડ, ભાવેશભાઈ પટેલ, કશ્યપ ઉસ્તાદ, રાહુલ મકવાણા અને ધ્રુવ ઉસ્તાદ સહિતની ટિમ રમઝટ બોલાવશે, જેનો લાભ લેવા વાંકાનેરની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે...
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC