હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોય, જેથી વાંકાનેર યાર્ડ ખાતે આજે શુક્રવારે સાંજે પાંચ વાગ્યા પછીથી યાર્ડમાં ઘઉં અને કપાસ સિવાય તમામ ખેત જણસીઓની ઉતરાઈ આગામી જાહેરાત સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે….

બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, કમોસમી વરસાદ (માવઠા)ની શક્યતા હોવાથી આજે પાંચ વાગ્યા પછીથી યાર્ડમાં ઘઉં અને કપાસ સિવાય તમામ ખેત જણસીઓની ઉતરાઈ બંધ કરવામાં આવી છે, આ સાથે જ હાલ યાર્ડમાં જે માલ ઉપલબ્ધ છે તેની હરાજી શરૂ રહેશે. કમોસમી વરસાદથી થતી નુકસાનીથી બચવા માટે વેપારીઓએ પોતાના માલ ગોડાઉનમાં ખસેડી લેવા તેમજ આગામી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ઘઉં અને કપાસ સિવાય તમામ ખેત જણસીઓની ઉતરાઈ બંધ રહેશે જેની તમામ ખેડૂતો અને વેપારીઓએ નોંધ લેવી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!