મોરબી-વાંકાનેર સિરામિક એકમોમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહ્યા હોય જેમાં મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા એસ્યોર મોરબી એપમાં તમામ શ્રમિકોનું ફરજીયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા આદેશ આપેલો હોવા છતાં છતાં લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા કાયદાનું પાલન ન કરવામાં આવતા ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે સપાટો બોલાવી ત્રણ લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે જિલ્લા કલેકટરના એશ્યોર મોરબી એપના અમલીકરણ બાબતે વાંકાનેર તાલુકાના લાકડધાર રોડ ઉપર આવેલ સદભાવ સીરામિકમાં ચેકીંગ કરતા લેબર કોન્ટ્રાકટર કિરીટસિંહ મહિપતસિંહ તુવાર દ્વારા એશ્યોર મોરબી એપમાં પરપ્રાંતીય શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરવામાં ન આવ્યું હોવાનું સામે આવતા તેની આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી…
આ ઉપરાંત લાકડધાર રોડ ઉપર આવેલ લેમ્બ સિરામિક કારખાનામાં ચેકીંગ દરમિયાન સોનુકુમાર શિવન યાદવે પણ એશ્યોર મોરબી એપમાં પરપ્રાંતીય શ્રમિકોનું રજિસ્ટ્રેશન નહિ કરવાની સાથે શ્રમિકોના આધાર પુરાવા ન રાખ્યા હોવાથી તેની સામે પણ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી….
જ્યારે માટેલ-ઢુવા રોડ ઉપર આવેલ ઇટકોસ ગ્રેનિટો સીરામીક કારખાનામાં લેબર કોન્ટ્રાકટર શૈલેષ ધનજી ડાકા (રહે. હડમતીયા)એ પણ પરપ્રાંતીય શ્રમિકને કામે રાખી આધાર પુરાવા નહિ મેળવી એશ્યોર મોરબી એપમાં રજિસ્ટ્રેશન નહિ કરાવતા વાંકાનેર તાલુકા પોલીસે આ લેબર કોન્ટ્રાકટર સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી તમામ કારખાનેદારોને શ્રમિકોની નોંધ વહેલી તકે કરાવી લેવા કડક સંદેશ આપ્યો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC