વાંકાનેરમાં એક સગીરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરીને આપઘાતના બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે….
બનાવ પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આંબેડકરનગર શેરી-૩ માં મોહનભાઇ ગેડીયાના મકાનમાં ભાડે રહેતા મૂળ સાગાંણી તા.ચોટીલાના વતની રાજદીપભાઇ માનસીંગભાઇ ધરજીયા (ઉ.વ-૧૭) નામના સગીરે ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી વડે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાંકાનેર સીટી પોલીસે આ બનાવની નોંધ કરીને સગીરે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi