વાંકાનેર નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી એકચક્રી શાસન ચલાવનાર વાંકાનેર શહેર ભાજપ સુપ્રીમો જીતુભાઈ સોમાણી પોતાની 60 વર્ષની ઉંમર અને સતત ત્રણ ટર્મ ચુંટાયેલા પ્રતિનિધિ તરીકે તેમણે ભાજપ દ્વારા આ વખતે ટિકિટ આપવામાં આવી ન હતી.
જેમાં રાજકીય નોટંકી રચી જીતુભાઈ સોમાણીને ભાજપના નવા નિયમનો ઉકેલ શોધતા ચાલાકી પૂર્વક ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરાવી પોતે તેમના વતી ડમી ફોર્મ ભરેલ હોય જેથી હવે ભાજપના નવા નિયમોથી પર થઇ જીતુભાઈ સોમાણી ખુદ ચૂંટણી જંગમાં આવી ગયા છે….
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી માટે 60 વર્ષની વયમર્યાદા અને ત્રણ ટર્મ ચૂંટાયેલ પ્રતિનિધિઓને ટિકિટ નહીં આપવાનું નક્કી કરતા વાંકાનેર નગરપાલિકામાં છેલ્લા લાંબા સમયથી એકચક્રી શાસન ચલાવનાર જીતુભાઈ સોમાણીને આ વખતે નગરપાલિકાની ટિકિટ આપવામાં આવી ન હતી….
પરંતુ ભાજપના આ નવા નિયમોનો રાજકીય નોટંકી અને ચાલાકી વાપરી જુગાડ કરી પોતે વાંકાનેર પાલિકાના વોર્ડ નંબર ત્રણના ભાજપના સત્તાવાર ઉમેદવાર જગદીશભાઈ મણિલાલ રાજવીર વતી ડમી ફોર્મ ભરેલ અને બાદ મુખ્ય ઉમેદવારના ફોર્મમાં ભાગ નંબર અને ક્રમ નંબર દર્શાવવામાં ક્ષતિ રાખતા
ચૂંટણી અધિકારી દ્વારા આ ભૂલ સુધારવા તક આપવામાં આવી હતી પરંતુ પ્રિ-પ્લાન મુજબ ઉમેદવાર હાજર ન રહેતા અંતે ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ અમાન્ય ગણાતા હવે વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં. 3 ના સત્તાવાર ઉમેદવાર તરીકે જીતુ સોમાણી મેદાનમાં આવી ગયા છે…
વર્ષોથી વાંકાનેરની રાજનીતિમાં હરીફ રહેલ વાંકાનેર શહેર ભાજપ સુપ્રીમો જીતુભાઈ સોમાણીની આ વખતેની ચુંટણીમાં રાજકીય ચાલ સફળ રહી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi