સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વાંકાનેર વિસ્તારમાં ચુંટણી માહોલ ગરમાઇ રહ્યો છે. તેમાં હજુ આજે બપોરે જ નાટ્યાત્મક રીતે વાંકાનેર નગરપાલિકાના ભાજપના મેન્ડેટ સાથેના સત્તાવાર ઉમેદવારોનું ફોર્મ રદ થતાં અન અપેક્ષીત ડમી ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણી સામે આવ્યા છે. આ બાદ ભાજપ દ્વારા વધુ એક કાવતરું ઘડાયાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે જેમાં વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના કોંગ્રેસી ઉમેદવારનું અપહરણ કરાયું હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે…
કોંગ્રેસ તરફથી વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠક પરથી બલેરીયા સુરેશભાઇ અલખાજીને ટિકિટ અપાયા બાદ તેમણે કોંગ્રેસી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું જે બાદ આજ સવારથી આ ઉમેદવાર અચાનક સંપર્ક વિહોણા બનતા કોંગ્રેસ ટીમમાં આંતરીક ગણગણાટ શરૂ થયો હતો જે બાદ સાંજે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર બલેરીયા સુરેશભાઇ અલખાજીનુ અપહરણ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે…
વધુમાં કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે અમારા અરણીટીંબા બેઠકના ઉમેદવાર આજ સવારથી સંપર્ક વિહોણા બન્યા છે જેમાં ભાજપ દ્વારા રાજકીય ષડયંત્ર રચી અને આ ઉમેદવારને ગાયબ કરી તેમનું ફોર્મ પરત ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે….
આ બાબતે વાંકાનેર મામલતદાર પાદરીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હજુ વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠક પરથી કોઈ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નથી. બાબતે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ બાબતે જવાબદાર તંત્ર શું પગલાં ભરે છે ?
બાબતે કોંગ્રેસી ઉમેદવારના ફોર્મમાં દરખાસ્ત કરનાર કોંગ્રેસ અગ્રણી અબ્દુલભાઈ બાદી દ્વારા વાંકાનેર ચુંટણી અધિકારીને સંબોધિને એક અરજી કરતાં જણાવ્યું હતું કે અમારા અરણીટીંબા બેઠકના ઉમેદવાર ચુંટણી ફોર્મ ભર્યા બાદ તેમના વતન રવાના થયેલ જ્યાંથી તેમણે અમારો સંપર્ક સાધી ભાજપ દ્વારા તેમને ચુંટણી ફોર્મ પરત ખેંચવા દબાણ કરવાનું જણાવ્યું હતું,
જે બાદ આજ સવારથી તેમનો ફોન સ્વીચ ઓફ થયા બાદ તેમના વતનમાં સંપર્ક કરતા જાણવા મળેલ કે સામા પક્ષે ભાજપના સાત-આઠ માણસો આજે સવારે તેમના વતન પહોંચી કોંગ્રેસી ઉમેદવાર સુરેશભાઇને તેમની સાથે લઇ ગયેલા. જેથી અમોને આશંકા છે કે સામા પક્ષે ભાજપના ઉમેદવાર દ્વારા અમારા ઉમેદવારનું અપહરણ કરવામાં આવેલ છે જેથી તાત્કાલિક આ બાબતે પગલાં ભરી કોંગ્રેસી ઉમેદવારને પક્ષના વાંકાનેર ચુંટણી કાર્યાલય ખાતે હાજર કરવામાં આવે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi