હાલ ગુજરાતમાં બરોબર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા અઢી મહિના કરતાં પણ વધુ સમયથી પોતાના ઘર-બાર છોડી દિલ્હીમાં આંદોલન ચલાવી પોતાના હકની લડાઈ લડતા ખેડૂતોને ધીમે ધીમે જેમ સમગ્ર દેશના ખેડૂતોનું સમર્થન મળ્યું તેમ ગુજરાતમાંથી પણ ખેડૂતોએ દિલ્હીના ખેડૂત આંદોલનને પુરતું સમર્થન આપ્યું હતું, પરંતુ છેલ્લા ૧૫-૨૦ દિવસથી ગુજરાતમાં આ ખેડૂત આંદોલનની અસર ઓછી થઈ હોવાનું લાગી રહ્યું છે જેનું એક કારણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી છે….
દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનની અસર ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ન પડે અને તેનું નુકસાન ભાજપને ન થાય તેની પુરતી તૈયારીઓ ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે અને તેમાં મહદઅંશે સફળતા પણ મળી છે. હાલ ગુજરાતના ખેડૂતોને દિલ્હી આંદોલન વિશે ભુલવાડી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખેડૂતો ભાજપ પડખે ઉભા રહે તેવી સ્થિતિનું નિર્માણ કરવા પાછળ ભાજપનું મોવડી મંડળ ધમપછાડા કરી રહ્યું છે…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને એ વાતનો ડર પેઠો છે કે, કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 80 દિવસથી ચાલી રહેલું ખેડૂત આંદોલન ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીમાં ભાજપની ગણતરી ઉંધી પાડી શકે છે.
અમદાવાદ સહિતના શહેરોમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો ભાજપ બાજી મારી જશે તેમાં શંકાને સ્થાન નથી પણ ગામડાઓમાં હજુય મતદારો ભાજપ સરકારથી ખુશ નથી. ખુદ ભાજપના આંતરિક સર્વેમાં જ આ વાત બહાર આવી છે કે, ગામડાઓમાં ખેડૂત-મધ્યમ વર્ગની સમસ્યાઓને લીધે ભાજપ આક્રમક પ્રચાર કરી શકે તેમ નથી…
પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોચ્યાં છે, મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે, કોરોનાને લીધે ગામડાઓમાં હજુય આર્થક મંદીનો માહોલ છે. લોકોના ધંધા રોજગાર હજુય ડામાડોળ છે જેના લીધે ગ્રામ્ય વિસ્તારની જનતા ભાજપથી ભારોભાર નારાજ છે. આ પરિસ્થિતીને પગલે ગામડાઓના મતદારોને રિઝવવા ભાજપ માટે અઘરુ બન્યુ છે…
આ ઉપરાંત કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે જેના પ્રત્યે ગુજરાતના ખેડૂતોની ય ભારોભાર સહાનુભૂતિ છે. કેટલાંય ખેડૂતો ભાજપ સરકારની નારાજગી અને પોલીસની બાજ નજર ચૂકવીને દિલ્હી બોર્ડર જઇ આંદોલનમાં ભાગ લઇ આવ્યાં છે. જેના ખેડૂત આંદોલનને પગલે પંચાયતોની ચૂંટણીમાં ભાજપને ફટકો પડી શકે તેમ છે જે સ્થિતિ પર કાબુ મેળવવા ગુજરાત ભાજપ સરકાર પુરતો પ્રયાસ કરી રહી છે અને લોકોને દિલ્હીના ખેડૂત આંદોલનથી દુર કરી યહી છે…
દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલથી ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાવાની ઇચ્છા અધુરી રહી શકે તેમ છે કેમકે, નારાજ ખેડૂતો આપ અથવા કોંગ્રેસને મત આપે તેમ છે. ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકાર ઝાઝુ ધ્યાન આપી શકી નથી પરિણામે ખેડૂતો હવે મતના માધ્યમથી ભાજપ સરકારને પાઠ ભણાવવાના મૂડમાં હોય એટલે જ ગુજરાત ભાજપ સરકાર મુડને બદલાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi