વાંકાનેર શહેરમાં સામાન્ય બાબતે બે પાડોશીઓ વચ્ચે ડખ્ખો થયો હતો, જેમાં યુવાન પર તેના પાડોશીએ અમારી શેરીમાંથી કેમ નીકળો કહી ત્રણ સભ્યોએ હુમલો કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને પાડોશી પરિવારના ત્રણ સભ્યો સામે વાંકાનેર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દિનેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા (ઉ.વ 27, રહે આંબેડકરનગર શેરી નં 5, વાંકાનેર) એ આરોપીઓ રમેશભાઇ તથા તેના દિકરા સંદિપભાઇ તથા દિપકભાઇ (રહે. આંબેડકરનગર વાંકાનેર) સામે વાંકાનેર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.13 ના રોજ રાત્રીના દશેક વાગ્યાના સુમારે આરોપીઓ તેઓના ઘર પાસે બોલાચાલી કરતા હોય

અને ફરીયાદી પોતાનું મોટર સાયકલ લઇ શેરીમાં નીકળી આરોપીના ઘર પાસે ઉભા રહેતા જે બાબતનું સારૂ નહી લાગતા આરોપીઓએ ‘ તું અમારી શેરીમા નીકળી, અમારા ઘર પાસે કેમ ઉભો રહેલ ‘ તેમ કહી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી, લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવની જાણ ફરિયાદીએ વાંકાનેર શહેર પોલીસમાં કરતાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!