વાંકનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચ્ચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપી પકડી પાડવામાં આવ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમને મળેલ ખાનગી બાતમીના આધારે રાજકોટ ફેમેલી કોર્ટના ભરણ પોષણના કેસનો કેદી મુળજીભાઇ ચનાભાઇ ચાવડા (ઉ.વ. 40, રહે કણકોટ, તા. વાંકનેર)ને દોઢ વર્ષની સજા કરેલ હોય, જે કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો.
આ કેદીએ તા. 30/03/2020થી તા. 01/01/2021 સુધીમાં વચગાળાના જામીન મેળવ્યા હતા. જે બાદ કેદીને તા. 1ના રોજ મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ કેદી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ હતો. જે ફરાર કેદીનખ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે વાંકાનેર તાલુકાના કણકોટ ગામેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવા તજવીજ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi