વર્ષ 2018-20 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ એચ.એન. શુક્લા કોલેજમાં અભ્યાસ કરી M.Sc. (માસ્ટર ઓફ સાયન્સ)માં કેમિસ્ટ્રી વિષય સાથે સમગ્ર યુનિવર્સિટીમાં વાંકાનેરનો વિદ્યાર્થીઓ બાદી અરબાઝ યાકુબભાઈ પાંચમા ક્રમે ઉત્તીર્ણ થઇ કોલેજ, વાંકાનેર તાલુકા, મુસ્લિમ સમાજ અને ચક્રવાત પરિવારનું નામ રોશન કર્યું છે….

મુળ વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની અને છેલ્લા ૨૦ વર્ષ પત્રકારત્વ સાથે જોડાયેલ યાકુબભાઈ બાદીના પુત્ર અરબાઝ યાકુબભાઈ બાદી વર્ષ 2018-20 દરમિયાન એમ.એસ.સી કેમિસ્ટ્રી(ઓર્ગેનિક) વિષયમાં પોતાની કોલેજમાં પ્રથમ સ્થાન તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાંચમા ક્રમે ઉત્તીર્ણ થઇને સમગ્ર વાંકાનેર તાલુકા, મુસ્લિમ સમાજ અને ચક્રવાત પરિવારનું નામ રોશન કર્યું છે…

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની એચ.એન. શુક્લા કોલેજમાં દર વર્ષે અભ્યાસ + સોસીયલ એક્ટીવિટી + સ્પોર્ટ્સ એક્ટીવિટી + સ્ટુડન્ટ વોટીંગ + સ્ટાફ વોટીંગ + ટ્રસ્ટી વોટીંગથી યોજાતા સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડમાં પર અરબાઝ બાદી વર્ષ 2020માં વિજેતા થયો હતો. હાલ અરબાઝ બાદી પોતાના અભ્યાસ સાથોસાથ પત્રકારત્વમાં રૂચિ દાખવી પોતાનું ભવિષ્ય ઘડતર કરી રહ્યો હોય અને તેની આ સિધ્ધિ બદલ ચક્રવાત પરિવાર, વાંકાનેર મુસ્લિમ સમાજ અને કોલેજ પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવા આવી રહી છે…

(અરબાઝ બાદી : મો. 7046981327)

error: Content is protected !!