વાંકાનેર તાલુકાના રંગપર ગામે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોએ રોકડ રકમ રૂ. 27,500 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામ ખાતે આવેલ રાઘવભાઇની દૂધની ડેરી પાસે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર જુગારની રેડ કરી જાહેરમાં જુગાર રમતા દિલીપભાઈ મોટભાઈ ખાચર, ભરતભાઈ ખીમજીભાઇ વાઢેર, રવુભાઇ ઉર્ફે મુન્નાભાઈ જીલુભાઇ કાલીયા અને કનુભાઈ નકુભાઈ ખાચરને રોકડ રકમ રૂ. 27,500 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf